વજનમાં ઘટાડો કરવા ઇચ્છતી વ્યક્તિ ભોજનમાં કાપ મૂકવાના બદલે કે આકરું ડાયેટીંગ કરવાને બદલે જો દિવસમાં બંને સમય નક્કી કરેલા સમયે ભોજન કરે તો આ સમસ્યા ઘણા અંશે દૂર થઈ જાય છે. આમ સમયસર ભોજન એ વજન ઘટાડવાનો અકસીર ઇલાજ છે. કમરની આસપાસ ચરબી ઘટાડવા માટે લોકો ડાયેટીંગ શરૂ કરે છે ને કસરત કરે છે. આનાથી વજન ઘટે છે પણ જો જમવાનો સમય નક્કી કરાય તેમજ નિયમિત, સમયસર ભોજન લેવાય તો તેનાથી પણ વજન ઘટી શકે છે.
સંશોધકોએ આ માટે ટીમ રિસ્ટ્રિક્ટેડ ફીડીંગની સિસ્ટમ અપનાવવા સૂચન કર્યું છે. જેમાં લોકોને ચોક્કસ સમયે, ચોક્કસ ભોજન લેવા સૂચવાયું છે. આ એક પ્રકારે ઉપવાસ અને એકટાણા કરવા જેવી પ્રોસેસ છે. જેનાથી વજન ઘટાડવા ઉપરાંત ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટે છે.
સવારે ૭ વાગ્યે નાસ્તો, સાંજ ૭ વાગ્યે જમો
સાન ડિયાગોની સોલ્ક ઇન્સ્ટિટ્યૂટમાં ૧૫ વર્ષથી ટાઇમ રિસ્ટ્રિક્ટેડ સિસ્ટમ પર અભ્યાસ ચાલે છે. સંસ્થાના નિષ્ણાત પોતાની જાત પર આ અંગે પ્રયોગો કરે છે. આ માટે તેઓ સવારે ૭ વાગ્યે નાસ્તો કરે છે ને સાંજે ૭ વાગ્યે ભોજન કરી લે છે. વચ્ચેના ગાળામાં તેઓ કોઈ પણ ખોરાક લેતા નથી. આથી તેમનું બ્લડ શુગર લેવલ ઘટ્યું છે, વજનમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત તેમને સારી ઊંઘ આવે છે. નિષ્ણાંતોના મતે કે ગમે તે સમયે ગમે તે ખાવાથી શરીરની મેટાબોલિઝમની પ્રક્રિયા ખોરવાય છે.

