કાઉન્સિલરને એન્ટી ટેરર જોબ !

Wednesday 11th July 2018 06:54 EDT
 
 

 

લંડનઃ Isisનું અસ્તિત્વ નથી તેવો દાવો કરવા બદલ બર્મિંગહામની યૂ ટ્રી કોમ્યુનિટી સ્કૂલના સ્કૂલ ગવર્નરના હોદેથી બળજબરીપૂર્વક દૂર કરાયેલા અને ત્યારબાદ લેબર કાઉન્સિલર બનેલા સાફિયા અખ્તર નૂરની ઉદામવાદ સંબંધિત સમિતિમાં નિમણુંક કરવામાં આવી છે. તેમણે આતંકવાદી હુમલા માટે આઈએસને જવાબદાર ગણી શકાય કે કેમ તેવો પ્રશ્ર ફેસબુક પર ઉઠાવ્યો હતો. તેથી સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાયા બાદ નૂરે રાજીનામું આપી દીધું હતું. તેઓ ગયા મે મહિનામાં સ્થાનિક ચૂંટણીમાં સ્મોલ હિથ વોર્ડમાંથી ઉભા રહ્યા હતા અને કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.


comments powered by Disqus