છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા પીકનીક યોજાઈ

Wednesday 11th July 2018 06:19 EDT
 
 

તા. ૧ જુલાઈને રવિવારે છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા હેરોની મુંબઈ ગાર્ડન્સ રેસ્ટોરાં ખાતે મંડળના સભ્યો માટે ખાસ પીકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૭૦૦ જેટલાં ભાઈબહેનો હાજર રહ્યા હતા. બાળકોથી લઈને વડીલોએ વિવિધ રમતો અને સ્વાદિષ્ટ ભોજન સાથે કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો. દિવસ દરમિયાન ખૂબ સૂર્યપ્રકાશ હતો. સૌએ કોલ્ડ ડ્રિંક્સ અને આઈસક્રીમની લિજ્જત માણતા ગરમીના વાતાવરણમાં ઠંડક મેળવી હતી.

રમતોમાં ખાસ કરીને બાળકો, મહિલાઓ તેમજ મીક્સ ગ્રૂપ માટે બોલિવુડના ગીતો પર સંગીત ખુરશીની રમતમાં સૌને ખૂબ મઝા આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં ચેરમેન જયશ્રીબેન, પ્રવિણભાઈ અમીન, કન્વીનર્સ, ગામ પ્રમુખો, બિમલભાઈ, તરલિકાબેન, મહેન્દ્રભાઈ, અજીતભાઈ, પ્રિયેશભાઈ અને ચંદ્રકાન્તભાઈ, સાગરભાઈ, નરેન્દ્રભાઈએ યોગદાન આપ્યું હતું. અંતમાં, છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર તથા તેને સફળ બનાવનાર સૌનો આભાર માનવામાં આવ્યો હતો.


comments powered by Disqus