વેમ્બલીમાં તા.૧૨ ઓગસ્ટથી પૂ.રમેશભાઈ ઓઝાની ભાગવત કથા

Wednesday 11th July 2018 06:28 EDT
 
 

લંડનના વેમ્બલીમાં જાણીતા કથાકાર પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠે ‘ભાગવત કથા’નું આયોજન કરાયું છે. પૂ.ભાઈશ્રીનો જન્મ ૩૧.૦૮.૧૯૫૭ના રોજ સૌરાષ્ટ્રના દેવકા ગામે થયો હતો. તેમણે રાજુલાની સંસ્કૃત સ્કૂલ ‘તત્વજ્યોતિ‘માં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. માત્ર ૧૩ વર્ષની વયે તેમણે ગંગોત્રીમાં શ્રીમદ ભાગવત કથા પર પ્રથમ પ્રવચન આપ્યું હતું અને ૧૮ વર્ષની વયે સેન્ટ્રલ મુંબઈમાં તેમણે પહેલી શ્રીમદ ભાગવત કથા કરી હતી. પૂ. ભાઈશ્રીએ ભારત ઉપરાંત, અમેરિકા, યુકે, કેનેડા, પોર્ટુગલ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ ધર્મપ્રેમીઓને કથાના શ્રવણનો લાભ આપ્યો છે.

શ્રી વજુભાઈ પુરષોત્તમ પંખાણીયા અને પરિવાર દ્વારા આગામી તા.૧૨થી તા.૧૯ ઓગસ્ટ દરમિયાન વેમ્બલીમાં કથાનું આયોજીત કથાનો સમય દરરોજ બપોરે ૨થી સાંજે ૭ રહેશે. રવિવાર તા.૧૨ ઓગસ્ટે પોથી યાત્રા નીકળશે. કથા દરમિયાન તા.૧૬ કૃષ્ણ જન્મોત્સવ, તા.૧૭ ગોવર્ધન પૂજા, તા.૧૮ રુક્ષ્મણિ વિવાહ ઉત્સવ યોજાશે. તા.૧૮ રાત્રે ૮થી ૧૧ દરમિયાન ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. દરરોજ કથા બાદ પ્રસાદની વ્યવસ્થા છે. સ્થળઃ એસએસઈ અરેના (વેમ્બલી અરેના), અરેના સ્ક્વેર, એન્જિનિયરિંગ વે, વેમ્બલી HA9 0AA ખાતે થશે. કાર પાર્કિંગની સુવિધા ફ્રી છે.

સંપર્ક. ઈ-મેલ[email protected]


comments powered by Disqus