સંસ્થા સમાચાર અંક ૧૪ જુલાઇ ૨૦૧૮

Tuesday 10th July 2018 15:48 EDT
 

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૫-૦૭-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર વિજયભાઈ કારા અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• બ્રહ્માકુમારીઝ દ્વારા ગુરુવાર તા.૧૨.૭.૧૮ સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન ‘બેનીવોલન્ટ બાઉન્ડ્રીઝ’ વિષય પર ગોપી પટેલના પ્રવચનનું ગ્લોબલ કો - ઓપરેશન હાઉસ, પાઉન્ડ લેન, લંડન NW10 2HH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8727 3350
• પૂ. ગિરીબાપૂની શિવકથાનું ગુરુવાર તા.૧૨.૭.૧૮થી બુધવાર તા.૧૮.૭.૧૮ સાંજે ૫થી ૮ દરમિયાન સ્વીન્ડન હિંદુ ટેમ્પલ, ૧૦૩, ડર્બી ક્લોઝ, સ્વીન્ડન SN2 2Y2 ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• જાનકી ફાઉન્ડેશન દ્વારા શનિવાર તા.૧૪.૭.૧૮ સવારે ૧૦થી સાંજે ૪.૩૦ દરમિયાન કેરના આધ્યાત્મિક પાસા વિશે ‘શાઈનીંગ લાઈટ ઓન ડેથ’ ઈવેન્ટનું ગ્લોબલ કો ઓપરેશન હાઉસ, પાઉન્ડ લેન, લંડન NW10 2HH ખાતે આયોજન કરાયું છે. તેમાં ડો. પીટર ફેનવીક, એન યોમેન્સ, સીસ્ટર જયંતી તેમના વિચારો રજૂ કરશે. સંપર્ક. 020 8459 1400
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ – સ્ટેનમોર દ્વારા રવિવાર તા.૧૫.૭.૧૮ સવારે ૧૧ વાગે રથયાત્રાનું ધર્મભક્તિ મેનોર, વુડલેન, સ્ટેનમોર, મીડલસેક્સ HA7 4LF ખાતે આયોજન કરાયું છે. સવારે ૧૧થી ૧૨ જગન્નાથ પાલખી યાત્રા, બપોરે ૧૨થી ૩ ફન ડે અને BBQ. સંપર્ક. 020 8954 0205
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૧૫-૭-૧૮ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન ‘માતા કી ચૌકી’નું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8553 5471
• સાવિત્રી મિશન અને કડવા પાટીદાર સમાજ (યુકે) દ્વારા ‘સાયન્સ ઓફ ક્રિશ્ના કોન્સિયસનેસ’ વિષય પર ડો. અશ્વિનભાઈ કાપડીયાના પ્રવચનનું બુધવાર તા.૧૮.૭.૧૮થી શુક્રવાર તા.૨૦.૭.૧૮ રાત્રે ૮.૩૦થી ૧૦.૩૦ દરમિયાન કડવા પાટીદાર સમાજ (યુકે), કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીમેષભાઈ પટેલ 07860 379 358
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો
• સોમવાર તા.૧૬.૭.૧૮ સાંજે ૬.૧૫ સુનિતા બાલીની કૃતિઓનું પ્રદર્શન • બુધવાર તા.૧૮.૭.૧૮ સાંજે ૬.૩૦ નિધિ પ્રભુ દ્વારા કથક નૃત્ય • ગુરુવાર તા ૧૯.૭.૧૮ સાંજે ૬.૩૦ સુનિતા અવની અમીન દ્વારા દ્રુપદ ગાયન
• શુક્રવાર તા.૨૦.૭.૧૮ સાંજે ૬.૩૦ કેસીયેત એડીખેન્કિંઝીનું ભરત નાટ્યમ સંપર્ક. 020
7491 3567
• ધ ભવન – ભારતીય સંસ્કૃતિ ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૧૫.૭.૧૮ સાંજે ૫.૩૦ ઓડિસી નૃત્ય • શનિવાર તા.૨૧.૭.૧૮થી સાંજે ૫.૩૦ કર્ણાટકી વાયોલિન અને મૃદંગમ • રવિવાર તા.૨૨.૭.૧૮ પાર્શ્વનાથ ઉપાધ્યેનું ભરત નાટ્યમ સંપર્ક. 020 7381 3086
• TLC ઈવેન્ટ્સ અને ગેલેક્સી શોઝ પ્રસ્તુત લાઈવ કોન્સર્ટ - ‘ઓસમાણ મીર, ધ પ્રાઈડ ઓફ ગુજરાત’ શનિવાર તા.૨૧.૭.૧૮ સાંજે ૭.૩૦ સ્થળઃ લેસ્ટર હેમાર્કેટ થિયેટર, હેમાર્કેટ શોપીંગ સેન્ટર, ગેરીક વોક, લેસ્ટર LE1 3AFસંપર્ક. 01162 961 236
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો • દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો • દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત • ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000


comments powered by Disqus