સિડનીઃ ભારતના મોટા બિઝનેસ ગ્રૂપ અદાણીના ઓસ્ટ્રેલિયામાં સ્થપાઈ રહેલા યુનિટ વિરુદ્ધ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આઠમીએ સેંકડો લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. તેમણે હાથમાં બેનર અને પોસ્ટલ લઈને દેખાવો કર્યા હતા. રેલીમાં સામેલ વિદ્યાર્થીઓ જણાવ્યું કે તેઓ પોતાના ભવિષ્ય માટે લડશે. ઓસ્ટ્રેલિયામાં અદાણીનો ખાણકામ પ્રોજેક્ટ ૮ વર્ષથી વિવાદોમાં છે. પર્યાવરણવિદોએ તેનાથી ગ્રેટ બેરિયર રીફને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરી હતી. તેને ત્યારે વધારો મોટો આંચકો લાગ્યો જ્યારે ૨૦૧૫ સિડનીની એક ફેડરલ કોર્ટે પ્રોજેક્ટને મળેલ પર્યાવરણીય મંજૂરીને પરત લેવાનો નિર્ણય કર્યો. ખરેખર ગત મહિને જ અદાણી ગ્રૂપે ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત કારમાઇકલ કોલ માઈન અને રેલવે પ્રોજેક્ટને વિકસિત કરવાની પોતાની મહત્ત્વાકાંક્ષી યોજનામાં કેટલાક સુધારા કરવા અને તેને ખુદથી ફાઈનાન્સ કરવાનો નિર્ણય કર્યો હતો.

