ચીઝ જો આહારમાં પ્રમાણસર ઉમેરાય તો ખૂબ લાભકર્તા છે. તો આવો આજે આપણે ચીઝથી થતા ફાયદા અને ગુણો વિશે જાણીએ.
ચીઝના લાભ
ચીઝમાં કેલ્શિયમ હોય છે. જેનાથી દાંત, નખ અને વાળ મજબૂત થાય છે. ચીઝમાં ખૂબ જ ઓછું લેકટોસ હોય છે, જેને કારણે દાંત બિલકુલ સડતા નથી. જમ્યા બાદ ચીઝનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક ગણાયું છે. ઓસ્ટિયોપોરોસિસમાં પણ ચીઝ રાહત આપે છે. ચીઝમાં કેલ્શિયમ સાથે સાથે વિટામિન બી-૧૨ અને પ્રોટીન મળે છે, જેને કારણે હાડકાં મજબૂત બને છે. મહિલાઓને ચીઝના નિયમિત સેવનથી ઓસ્ટિયોપોરોસિસની બીમારીમાં રાહત થાય છે.
ચીઝના સેવનથી ત્વચા પણ ચમકદાર બનશે. ચીઝ વિટામિન-બીનો સારો સ્ત્રોત છે. તે ત્વચાને ચમકદાર, સાફ અને સ્વસ્થ બનાવે છે. ચીઝમાં ઇએલએ અને સફિનગોલિપિડ હોય છે - જે કેન્સર નિરાવા લાભકારી છે. તમે દુબળા પાતળા હશો તો ચીઝ ખાવાથી તમારું વજન વધશે. ચીઝમાં રહેલ કેલ્શિયમ, મિનરલ, પ્રોટીન, વિટામિન માંસપેશીઓને મજબૂત બનાવે છે. માઇગ્રેનમાં ચીઝ ખાવાથી રાહત મળે છે. ચીઝમાં જે કેલ્શિયમ હોય છે તેને કારણે માથાના દુખાવામાં રાહત મળે છે. ચીઝમાંથી ઘણું સારું પોષણ મળે છે. ચીઝમાં ઉચ્ચ ગુણવત્તા, પ્રોટીન્સ, કેલ્શિયમ સિવાય ફોસ્ફરસ, વિટામિન-એ, ઝિંક, રાઇબોફ્લોવિન, વિટામીન બી-૧૨ જેવાં પોષકતત્ત્વો છે.

