ફેડરેશન ઓફ પાટીદાર એસોસિએશનના સિનિયર સિટીઝન ગ્રૂપ દ્વારા દિવાળી - ક્રિસમસ પાર્ટી યોજાઈ

Wednesday 12th December 2018 05:44 EST
 
એલ્ડર્સ ગ્રૂપના વડા પી ડી પટેલ, જગદીશ પટેલ (FPA – પ્રમુખ), કાઉન્સિલર કેતન શેઠ, કનુભાઈ પટેલ (સાન્તા ક્લોઝ), ડો. સઈદ ત્રરબી (બ્રેન્ટ ટોકિંગ થેરાપીઝ), કાન્તાબેન પટેલ – એલ્ડર્સ ગ્રૂપ કો-ઓર્ડિનેટર, અશ્વિનભાઈ પટેલ (FPA – સેક્રેટરી) અને જ્યોત્સનાબેન પટેલ (નર્સરી મેનેજર)
 

૨૯ નવેમ્બરને ગુરુવારે ફેડરેશન ઓફ પાટીદાર એસોસિએશન્સ (FPA) ના સિનિયર સિટીઝન્સ ગ્રૂપ દ્વારા દિવાળી અને ક્રિસમસની વાર્ષિક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વખતની માફક આ વર્ષે પણ કેટલાંક સભ્યોએ માહિતીપ્રદ પ્રવચનો કર્યા હતા. યોગા સેશન બાદ બીંગો ગેમ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. તમામ આંકડા પૂર્ણ કરનારા વિજેતાઓને ઈનામ અપાયા હતા. કાઉન્સિલર કેતન શેઠ દર વર્ષની માફક આ વર્ષે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક સમસ્યાઓ વિશે વાત કરી હતી અને કેટલાંક પ્રશ્રોના જવાબો પણ આપ્યા હતા. કાઉન્સિલર કેતન શેઠે બ્રેન્ટ ટોકિંગ થેરાપીઝના ડો. સઈદ ત્રરબીને આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ટીમ દ્વારા બ્રેન્ટમાં થયેલી કામગીરીની વાત કરી હતી. આ ટીમના પ્રોફેશનલ્સમાં સાઈકોલોજિસ્ટ્સ, થેરાપિસ્ટ્સ સામેલ છે. તેઓ વિવિધ પ્રકારની થેરાપીની સારવાર અપાતી હોવાની તેમજ સાઈકોલોજીની સેવા કેવી રીતે મેળવવી તેના વિશે સમજ આપી હતી.

આ વાર્ષિક કાર્યક્રમમાં ૯૦થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. આ ગ્રૂપની બેઠક સોમવારથી શુક્રવાર સુધી દરરોજ મળે છે. કેટલીક વખત વીકેન્ડમાં પણ તેઓ ભેગાં થાય છે. ગ્રૂપના સભ્યોની સંખ્યા ૨૫૦થી વધુ છે. ગ્રૂપ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓમાં અઠવાડિયામાં ત્રણ વખત યોગા, હેલ્થ અને સ્વાસ્થ્ય જાળવી રાખવા વિશે માહિતીપ્રદ પ્રવચનો તેમજ પર્યટન વગેરેનો સમાવેશ થાય છે.


comments powered by Disqus