મંગળની હવાનો અવાજ રેકોર્ડ થયો

Wednesday 12th December 2018 05:30 EST
 
 

વોશિંગ્ટનઃ નાસાના અંતરિક્ષ યાન ઈનસાઇટ લેન્ડરે મંગળ ગ્રહમાં હવાનો અવાજ રેકોર્ડ કર્યો છે. તેનાથી પૃથ્વી પર લોકો પહેલીવાર મંગળ ગ્રહના હવાની અવાજને સાંભળી શકશે. તેને www.nasa.gov/insighymarswind પર સાંભળી શકાય છે. નાસાએ આ અવાજની જાણકારી આપી છે.
નાસા મુજબ ઈનસાઈટ લેન્ડરે મંગળ ગ્રહ પર ૧૦થી ૧૫ સેકન્ડ માઈલ પ્રતિકલાક (૫થી ૭ મીટર પ્રતિસેકન્ડ)ની ઝડપતી ચાલી રહેલ હવા નોંધી છે. ઈનસાઇટ લેન્ડરે એક ડિસેમ્બરે આ અવાજ રેકોર્ડ કર્યો હતો. આ કોઈ પૂર્વ યોજના વિના જ થયું છે કેમ કે લેન્ડરને હવાનો અવાજ રેકોર્ડ કરવા માટે મોકલાયો નહોતો.


comments powered by Disqus