માધુરી દીક્ષિતની અભિનેત્રીમાંથી નેતા બનવાની ના!

Wednesday 12th December 2018 06:16 EST
 
 

ભાજપ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક તરીકે ધકધક ગર્લ માધુરીને મેદાને ઉતારવા મથે છે. ભાજપ માધુરી દીક્ષિતને પૂણેની બેઠક પરથી મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહ્યો હોવાની પક્ષના જ સૂત્રોમાં ચર્ચા છે. પક્ષ પ્રમુખ અમિત શાહ જૂનમાં જ મુંબઈમાં માધુરીને તેના નિવાસે મળ્યા હતા. ત્યારે શાહ ‘સંપર્ક પોર સમર્થન’ અભિયાન હેઠળ મુંબઈ ગયા હતા અને માધુરીને મળી મોદી સરદારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. મહારાષ્ટ્રના ભાજપના એક વરિષ્ઠ નેતાએ તાજેતરમાં જણાવ્યું કે માધુરીનું નામ પૂણે લોકસભા માટે પસંદ કરાયું છે. જોકે માધુરીએ રાજકારણમાં પ્રવેશ માટે મના કરી છે.
ભાજપે પૂણે બેઠક કોંગ્રેસથી છીનવી
૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપે પૂણેની લોકસભા બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. તેમાં પક્ષના ઉમેદવાર અનિલ શિરોલેએ ૩ લાખથી પણ વધુ મતોથી જીત મેળવી હતી.
મહારાષ્ટ્રમાં ગુજરાત મોડલ
માધુરીને ચૂંટણીમાં ઉતારવા નેતાએ કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રથમ વખત મુખ્ય પ્રધાન બન્યા ત્યારે આ પ્રકારના ઉપાયો અપનાવ્યા હતા. તેમણે સ્થાનિક ચૂંટણીઓમાં તમામ ઉમેદવારોને બદલી નાંખ્યા હતા અને જાણીતા ચહેરા મૂક્યા એમ માધુરીને ચૂંટણી લડવા ઓફર કરાઈ હતી.


comments powered by Disqus