બોલિવૂડ સિંગર મિકા સિંહ એક પાર્ટીમાં દુબઈ પર્ફોર્મ કરવા માટે ગયા હતો. તેણે ત્યાંથી ૧૭ વર્ષીય બ્રાઝિલિયન મોડલને અશ્લીલ ફોટો મોકલ્યા હતા અને મોડલને બોલિવૂડ ફિલ્મમાં કામ અપાવવાનું પણ પ્રોમિસ કર્યું હતું. મોડલે મિકાની ફરિયાદ કરતાં તેને દુબઈ પોલીસે પકડી લીધો હતો અને અબુધાબી લઈ જવાયો હતો. જો કે કોર્ટમાં રજૂ કરાયા પછી મિકા સિંહને છોડી પણ મૂકવામાં આવ્યો છે. યુએઈના ભારતીય રાજદૂત નવદીપ સુરીએ કહ્યું કે, મિકા સિંહને સાતમીએ જ રાત્રે છોડી મૂકવામાં આવ્યો હતો, પણ આ કેસની કેટલીક કાયદાકીય કાર્યવાહી ચાલતી રહેશે. મિકાએ ભારત વાપસી માટે ત્યાં વકીલ પણ હાયર કરવો પડ્યો હતો. બીજી તરફ ડ્રામા ક્વિન રાખી સાવંતે મિકાને દસ વર્ષ જૂનો કિસ્સો યાદ અપાવતાં સોશિયલ મીડિયા પર લખ્યું કે, તમને ખબર છે ને કે આ દુબઈ પોલીસ છે, મુંબઈ પોલીસ નથી? ૧૦ વર્ષ પહેલાં તમે મને કિસ કરી હતી ત્યારે મેં મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી ત્યારે કંઇ થયું નહીં, પણ દુબઈ પોલીસ આવું નહીં કરે. ત્યાંની પોલીસ ઘણી સ્ટ્રોંગ છે. રાખીએ મિકાને પુછ્યું કે, તમારો પ્રોબ્લેમ શું છે? તમે કેમ ૧૭ વર્ષની છોકરીની છેડતી કરી? ક્યારેક કોઇકને થપ્પડ મારી દો છો. આટલા વિવાદ કેમ કરો છો?

