યુકેના હિન્દુઓનું ‘સબરીમાલા બચાવો’ અભિયાનને સમર્થન

Wednesday 12th December 2018 05:47 EST
 
 

તાજેતરમાં ‘સબરીમાલા બચાવો’ અભિયાનને યુકેમાં પોતાનું સમર્થન દર્શાવવા માટે વિવિધ વર્ગ અને સમાજના ભારતીયો ઈન્ડિયન જીમખાના ખાતે એકત્ર થયાં હતા. તેમણે સબરીમાલામાં ચાલતી ધાર્મિક વિધિઓને અવરોધવાના કેટલાંક બળો દ્વારા થઈ રહેલા પ્રયાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાની વિરુદ્ધમાં આ અનિષ્ટ બળો સબરીમાલા મંદિરનો જ નાશ કરવાના પ્રયાસો કરી રહ્યા છે તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. તેઓ સબરીમાલા મંદિરનો નાશ કરવા માગતા હોય તેવું આ પ્રથમ વખત બનતું હોય તેવું નથી. કેરળના ખ્રિસ્તીઓ દ્વારા ૧૯૪૯માં સબરીમાલા મંદિરનો નાશ કરવાનો પ્રયાસ થયો હતો. ૧૯૫૦માં મંદિરને આગ ચાંપવામાં આવી હતી. ૧૯૫૦ અને ૧૯૫૫ વચ્ચે મંદિરનો નાશ કરવાના બે પ્રયત્ન થયા હતા. ૧૯૮૩માં નિલક્કલ નામના સ્થળે મંદિર પરિસરમાં ચર્ચ બાંધવાનો પ્રયાસ થયો હતો.

સબરીમાલાની ધાર્મિક વિધિ તેમજ સબરીમાલા મંદિરને રક્ષણ મળે તે માટે તેમણે યુકે તેમજ સમગ્ર દુનિયામાં વસતા ભારતીય સમાજને સમર્થન આપવા વિનંતી કરી છે.


comments powered by Disqus