સનફ્લાવર સીડ્ઝ એ સૂર્યમુખીના ફૂલમાંથી કાઢવામાં આવતાં ‘બી’ છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સીડ્ઝમાં વિટામિન ‘ઇ’ ભરપૂર પ્રમાણમાં છે. તે પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે. સનફ્લાવર સીડ્ઝથી કાર્ડિયોવાસ્ક્યુલરમાં સર્વાંગી સુધારો થાય છે. તે ખરાબ કોલેસ્ટરોલને ઓછું કરે છે અને હાઇ બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે છે. વારંવાર થતાં મસલ્સ ક્રેમ્પ અને માથાનો દુખાવો કંટ્રોલ કરે છે. આ બીજથી ત્વચા સારી થાય છે અને તે એન્ટિ-એજિંગ છે.
સનફ્લાવર સીડ્ઝ આપણને હાર્ટના રોગથી તો દૂર રાખે જ છે. સાથોસાથ તેમાં વિટામિન ‘ઇ’ ભરપૂર હોવાથી તે વધુ પડતા સોજા અને વોટર રિટેન્શન જેવી તકલીફને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત કેન્સર, સ્ટ્રોક, ડાયાબિટીસ, અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન ડિસીઝને અટકાવે છે. દરરોજ સનફ્લાવર સીડ્ઝ લેવાથી કોલેસ્ટરોલ બેલેન્સ થાય છે. હાઇપર ટેન્શન પ્રમાણસર રહે છે અને હાર્ટના રોગો દૂર રહે છે. રિસર્ચ અનુસાર જુદા જુદા નટ્સ અને સીડ્ઝમાં સનફ્લાવર સીડ્ઝ સૌથી વધુ પ્રમાણમાં ફાયદાકારક છે. વિટામિન ‘ઈ’ને શરીરમાં પચવા માટે ‘ફેટ’ જરૂરી છે. સનફ્લાવર સીડ્ઝમાં વિટામિન ‘ઈ’ની સાથે આવશ્યક ફેટી એસિડ પણ છે.
સનફ્લાવર સીડ્ઝ કેન્સરની સામે શરીરને રક્ષણ આપે છે. તેમાં આવેલાં પોષકતત્ત્વો અને એન્ટિ-ઓક્સિડન્ટ કેન્સરને થતું અટકાવે છે. તે ફેફસાંના કેન્સરને પણ દૂર રાખે છે. આ ઉપરાંત તે સિલેનિયમ થાઇરોઇડ ફંકશનને બરાબર રાખે છે. થાઇરોઇડની સમસ્યાનું મુખ્ય કારણ સિલેનિયમ નામના મિનરલની ખામી છે. જ્યારે સનફ્લાવર સીડ્ઝમાં સિલેનિયમ ભરપૂર છે. થાઇરોઇડ ગ્લેન્ડને કારણે શરીરમાં ટેમ્પરેચર, હાર્ટરેટ મેન્ટેઇન રહે છે અને તે મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે.
આ ઉપરાંત સીડ્ઝ ઓસ્ટિઓપોરોસિસ, બોનલોસ અને મસલ્સ ક્રેમ્પની સમસ્યા નિવારવામાં મદદરૂપ થાય છે. સનફ્લાવર સીડ્ઝમાં મેગ્નેશિયમ, વિટામિન ‘બી’ પણ રહેલાં છે. તેમાં રહેલું મેગ્નેશિયમ ઓસ્ટિઓપોરોસિસ થતો અટકાવે છે.
સનફ્લાવર સીડ્ઝ કેટલી માત્રામાં ખાવા જોઇએ? આખા દિવસમાં ૧થી ૨ સ્પૂન ખાઇ શકાય. જ્યારે ઇચ્છા થાય ત્યારે તેને મુખવાસની જેમ ફાકી શકાય છે. કોઇને તે એકલા ના ભાવતા હોય ઝીણાં દળીને લોટમાં ભેળવી દઇને અથવા તો બાળકોને ખવડાવવા હોય તો સિરિયલ્સમાં નાખીને પણ આપી શકાય છે. દિવસ દરમિયાન અથવા મોડી રાત્રે બહુ ભૂખ લાગે તો સનફ્લાવર સીડ્ઝનો ફાકો મારી લઈને તેની ઉપર પાણી પી લેવાથી ભૂખ શમી જાય છે.

