ઐશ્વર્યા રાય બચ્ચનને મેરિલ સ્ટ્રીપ એવોર્ડ

Saturday 15th September 2018 08:41 EDT
 
 

ફિલ્મો અને ટીવીની મહિલા અભિનેત્રીઓને સન્માનિત કરવા માટે અપાતા ‘વૂમન ઇન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્ડિયા એવોર્ડ’ના ‘મેરિલ સ્ટ્રીપ એક્સલન્સ એવોર્ડ’ માટે બોલિવૂડ અને હોલિવૂડમાં અભિનય આપી ચૂકેલી ઐશ્વર્યા રાય બચ્ચનને પસંદ કરવામાં આવી હોવાની ઘોષણા તાજેતરમાં કરાઈ હતી. ઐશ્વર્યા આ સન્માન મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રી છે. વોશિંગ્ટન ડીસીનાં હયાત રેજન્સીમાં એવોર્ડ વિતરણ સમારોહમાં આ એવોર્ડ ઐશ્વર્યાને તેની પુત્રી આરાધ્યા અને માતા વૃંદા રાયની ઉપસ્થિતિમાં એનાયત કરાયો છે. આ એવોર્ડ હોલિવૂડની પીઢ અભિનેત્રી મેરિલ સ્ટ્રીપના સન્માનમાં સ્થાપિત કરવામાં આવ્યો છે.


comments powered by Disqus