પીઢ અભિનેતા દિલીપકુમારને પાંચમી સપ્ટેમ્બરે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૯૫ વર્ષીય ફિલ્મ અભિનેતાને છાતીમાં ઇન્ફેક્શન હોવાનું જાહેર થયું છે. અભિનેતાના ટ્વિટર પેજ દ્વારા પણ તેમની તબિયત સુધારા પર હોવાનું જણાવાયું છે. નવમી સપ્ટેમ્બરે હોસ્પિટલના અહેવાલોમાં જણાવાયું હતું કે ટ્રેજેડી કિંગની તબિયત સુધારા પર છે, પરંતુ સારવાર અને ચેક અપ અર્થે તેમને હોસ્પિટલના ઈન્સેન્ટિવ કેર વિભાગમાં રખાયા છે.

