પહેલા કિશોરને ડ્રગ્સ વેચવાની ફરજ પાડી, પછી હત્યા કરી

Wednesday 12th September 2018 07:35 EDT
 
 

લંડનઃ ૪૦ વર્ષીય કિશા મેકલોડના ૧૪ વર્ષના પુત્ર અને CJતરીકે જાણીતા કોરી જુનિયર ડેવિસની એક વર્ષ અગાઉ ઈસ્ટ લંડનના ફોરેસ્ટ ગેટમાં હત્યા કરવામાં આવી હતી. કિશાએ તેમના પુત્રનું ગ્રૂમીંગ કરીને તેને કેવી રીતે ડ્રગ્સ વેચવાની ફરજ પાડવામાં આવી હતી તેની માહિતી આપી હતી. કોરીને માથાના પાછળના ભાગે ખૂબ નજીકથી શોટગનના ફાયરિંગમાં હત્યા કરાઈ હતી. બપોરે ત્રણ વાગ્યા પછી ત્રાટકેલા હત્યારાઓ ચોરેલી રેન્જ રોવરમાં નાસી છૂટ્યા હતા અને હજુ લાપતા છે. કારની નંબરપ્લેટ પણ બદલી નખાઈ હતી. હજુ કારનો પણ પત્તો લાગ્યો નથી.

કિશાએ જણાવ્યું હતું કે બરો ઓફ ન્યૂહામમાં તેને ગેંગવોરમાં સંડોવવામાં આવ્યો હતો. તેને ડ્રગ્સ વેચવાનું કામ સોંપાયું હતું.


    comments powered by Disqus