લંડનઃ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં ચાલી રહેલી પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બ્રેક સમયે ઘણાં ખેલાડીઓ ખાખી કપડા પહેરીને ક્રિકેટ રમતા નજરે પડ્યા હતા. વાત એવી છે કે તેઓ ભારતીય આર્મીની શીખ રેજીમેન્ટ અને રોયલ માન્ચેસ્ટર રેજીમેન્ટના સૈનિકો હતા. તેમણે લાકડાના બોક્સને વિકેટ અને તે પ્રકારના બેટથી રમ્યા હતા. આ મેચ પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોના યોગદાનની સ્મૃતિમાં રમાઈ હતી. આ મેચ રોયલ બ્રિટિશ લિજન અને સરે ક્રિકેટ કલબે સંયુક્ત રીતે આ મેચનું આયોજન કર્યું હતું. મેચની શરૂઆતમાં કોહલી અને જો રૂટે ખાદીના બનેલા પોપી પહેર્યા હતા.
ભારતીય સૈનિકોને અભિનંદન કહેવાનો સાચો સમય છે
સરે કાઉન્ટી ક્રિકેટ કલબના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ ગાઉલ્ડે જણાવ્યું હતું કે આ મેચ પ્રથમ વિશ્વ યુદ્ધની ૧૦૦મી વરસી નિમિત્તે યોજાઈ છે. સરે કલબ રોયલ બ્રિટિશ લીજનના પાર્ટનર બનીને ગર્વ અનુભવી રહી છે. રોયલ બ્રિટિશ લીજનના ડાયરેક્ટર જનરલે કહ્યું કે આ ભારત અને કોમનવેલ્થ દેશોના સૈનિકોને અભિનંદન કહેવાનો સાચો સમય છે. પ્રથમ વિશ્વ યુદ્ધ ૧૯૧૪થી ૧૯૧૮ સુધી ચાલ્યું હતું.

