લીલોછમ સુગંધીદાર ફુદીનો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. ફુદીનો શરીરમાં થતી વિવિધ બીમારીઓમાં રાહત આપે છે.
• ફુદીનામાં રહેલા ફાયબર કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે • ફુદીનામાં રહેલું મેગ્નેશિયમ શરીરના હાડકાંને મજબૂત બનાવે છે. • વ્યક્તિને ઊબકા કે ઊલટીની સમસ્યા રહેતી હોય તો તેણે બે ચમચી ફુદીના રસ પીવો જોઈએ, જેથી ઊબકા ન આવે. • જો પેટ સંબંધી કોઈ બીમારી હોય તો લીંબુના રસમાં મધ અને ફુદીનો કે ફુદીનાની પેસ્ટ મિક્સ કરીને પીવાથી ઝડપથી આરામ મળશે. ફુદીનાનું સેવન એસિડીટીમાં રાહત આપે છે અને પાચનશક્તિ મજબૂત બને છે. • જો હેડકી આવતી હોય તો ફુદીનાના બેથી ત્રણ પાન ચાવી લો. તેનાથી હેડકી બંધ થઈ જશે. • જો શરદીના કોઠો રહેતો હોય તો ફુદીનો અને આદુવાળી ચાનું સેવન કરો • અવાજ બેસી ગયો હોય તો ફુદીનાના રસમાં થોડુંક મીઠું અને પાણી મિક્સ કરીને કોગળા કરવાથી તમારો અવાજ સાફ થશે અને ગળામાં રાહત રહેશે. • જે વ્યક્તિની તૈલી ત્વચા હોય તે વ્યક્તિ જો મુલ્તાની માટીમાં ફુદીનાની પેસ્ટ કરીને તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પરનું તેલ, ડાઘ દૂર થશે. સાથે સાથે ચહેરા પર અનોખો નિખાર જોવા મળશે.

