સિલિગુડીની એક હોટેલમાં બંગાળી અભિનેત્રી પાયલ ચક્રવતીનું તાજેતરમાં શંકાસ્પદ રીતે મોત થયું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પાંચમીએ સાંજે હોટલની એક રૂમમાંથી તેની લાશ મળી આવી છે. પાયલે ચર્ચ રોડ પર આવેલી હોટલમાં ચોથીએ સાંજે ચેકઈન કર્યું હતું. એક ઓફિસરે જણાવ્યું કે, અભિનેત્રી કોલકાતાની નેતાજી નગર કોલોનીમાં રહેતી હતી. શરૂઆતી તપાસમાં તેણે આત્મહત્યા કરી હોવાની શંકા છે. હોટલ સ્ટાફે પોલીસને જણાવ્યું કે, પાયલ પાંચમીએ તે ગંગટોક જવાની હતી, પરંતુ સાંજ સુધીમાં તેના રૂમનો દરવાજો નહોતો ખુલ્યો. ત્યારપછી કર્મચારીઓએ પોલીસને માહિતી આપી હતી. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો.

