મોદક

Saturday 15th September 2018 08:09 EDT
 
 

સામગ્રીઃ મેંદો ૨૦૦ ગ્રામ • દળેલી ખાંડ ૨૦૦ ગ્રામ • કોપરાનું છીણ ૨૦૦ ગ્રામ • ઇલાયચીનો ભૂકો બે નાની ચમચી • ઝીણા સમારેલા કાજુ અને બદામ - અડધો કપ • કિશમિશ અડધો કપ • મોણ માટે એક ચમચો તેલ • તળવા માટે ઘી
રીતઃ સૌપ્રથમ મેંદામાં તેલનું મોણ નાંખીને તેનો રોટલી જેવો લોટ બાંધીને અડધો કલાક માટે બાજુ પર મૂકી રાખો. હવે કોપરાના છીણમાં દળેલી ખાંડ, ઇલાયચીનો ભૂકો, ઝીણા સમારેલા કાજુ-બદામ, કિશમિશ વગેરે નાખીને તેને મિક્સ કરો. અડધો કલાક પછી લોટના ૨૧ લૂઆ કરો. દરેક લૂઆમાંથી મધ્યમ આકારની પૂરી વણો. આ પુરીમાં ખાંડ અને કોપરાનું મિશ્રણ ભરીને તેને મોદકનો આકાર આપો. આ રીતે બધા મોદક તૈયાર કરી લો. એક ડીપ ફ્રાઇંગ પેનમાં ઘી તપાવો. ધીમી આંચ પર થોડા થોડા કરીને બધા મોદક તળી લો. તૈયાર છે ગણપતિ બાપ્પાના મનપસંદ મોદક.


comments powered by Disqus