યુકેમાં આઠ વર્ષમાં ૬૦૬ પોલીસ સ્ટેશન બંધ થયા

Wednesday 12th September 2018 07:25 EDT
 
 

લંડનઃ યુકેના પોલીસ ઈતિહાસમાં પોલીસ સ્ટેશનો બંધ કરવાની સૌથી મોટી કામગીરીમાં ૨૦૧૦થી અત્યાર સુધીમાં ૬૦૬ પોલીસ સ્ટેશન બંધ કરાયા હતા. કેટલાંક સ્થળોએ તો પોલીસે તેના અડધા ઉપરાંત પોલીસ સ્ટેશન બંધ કરી દીધા હતા. ગ્લોસ્ટરશાયરમાં ટેટબરી, બોર્ટન-ઓન-ધ-વોટર અને મોરેટન-ઈન-ધ-માર્શ સહિત ૨૮માંથી ૨૧ પોલીસ સ્ટેશન બંધ કરી દેવાયા હતા.

હવે બાથ અને સેન્ટ આલ્બન્સનું પોતાનું કોઈ પોલીસ સ્ટેશન રહ્યું નથી. સેન્ટ આલ્બન્સ પોલીસ સ્ટેશન ૨૦૧૫માં બંધ થયું હતું અને શહેરના ૧૪૦,૦૦૦ લોકોને કાઉન્સિલ ઓફિસોની બહાર આવેલા ‘ફ્રી ટેલિફોન ટુ પોલીસ કન્ટ્રોલ રૂમ’નો સંપર્ક કરવા સૂચના અપાઈ હતી. એકલાં લંડનમાં છેલ્લાં આઠ વર્ષમાં ૧૦૦ પોલીસ સ્ટેશન બંધ થયા હતા. ઈંગ્લેન્ડ અને વેલ્સના ૪૩ પોલીસ સ્ટેશનમાંથી ૩૮ પોલીસ સ્ટેશન ફ્રન્ટ ડેસ્ક, કસ્ટડી સ્વીટ્સ અને ઈમરજન્સી રિસ્પોન્સ ઓફિસર્સ સાથેના પરંપરાગત સ્ટેશનો પણ તેનો ભોગ કેવી રીતે બન્યા હતા તે દર્શાવે છે. થેમ્સ વેલીમાં બકિંગહામ, બીકન્સફિલ્ડ અને ચાર્લબરી સહિત ૬૦માંથી ૨૪ પોલીસ સ્ટેશન ૪૦ મિલિયન પાઉન્ડ બચાવવાના અભિયાન અંતર્ગત બંધ કરાયા હતા.


comments powered by Disqus