વીકએન્ડમાં વધુ ઊંઘશો તો આખા અઠવાડિયાની ખૂટતી ઘટ પૂરી થશે

Wednesday 12th September 2018 08:25 EDT
 
 

નિષ્ણાતો હંમેશાં ઊંઘ અંગે કહે છે કે દરરોજ એક નિશ્ચિત સમયે સૂઈ જવાથી અને નિશ્ચિત સમયે ઊઠી જવાથી તમારી શારીરિક રિધમ નિયમિત થઇ જશે. સાથે સાથે જ તેનાથી ઊંઘનું પ્રમાણ અને ગુણવત્તા સુધરે છે. હવે એક નવા અભ્યાસમાં એ વાત સામે આવી છે કે જો તમે પાંચ કલાકથી ઓછી ઊંઘ લો છો તો તે શરીર માટે બરાબર નથી. જર્નલ ઓફ સ્લીપ રિસર્ચમાં પ્રકાશિત આ અભ્યાસમાં તેનો ખુલાસો કરતા કહેવાયું છે કે પાંચ કલાકથી ઓછા સમયની ઊંઘ લઈ રહ્યા છો તો સાત કલાક સૂઈ જનારાની સરખામણીમાં સમય પહેલાં મૃત્યુની આશંકા ૬૫ ટકા વધી જશે. અલબત્ત, જો ઓછી ઊંઘ લેનારા સપ્તાહના અંતમાં વધુ સમય સુધી સૂઈ જાય તો ફરી તેમનામાં સમય પહેલાં મૃત્યુની સંભાવના નથી રહેતી. કહેવાનું તાત્પર્ય એ છે કે જો આખા સપ્તાહમાં ઓછી ઊંઘ લઈ રહ્યા હોવ પરંતુ સપ્તાહના એક દિવસ થોડાક કલાક વધુ ઊંઘ ખેંચી લેશો તે ઊંઘની ખોટ ભરપાઈ કરી દેશે. આ રિસર્ચમાં ૧૩ વર્ષનો ડેટા એકત્ર કરાયો છે, જેમાં અંદાજે ૩૮,૦૦૦ લોકો સાથે ચર્ચા કરાઈ છે.
યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના સ્લીપ, ક્રોનોબાયોલોજી ડિવિઝનના ચીફ ડો. ડેવિડનું કહેવું છે કે આ રિસર્ચ ચોક્કસપણે લાભકારક છે, પરંતુ આ રિસર્ચનું ફોકસ ઊંઘ અને લાંબા આયુષ્ય પર કેન્દ્રીત છે. જ્યારે હકીકત એ છે કે પૂરતી ઊંઘના અભાવે વર્તન પર વિપરિત અસર થવાની સાથોસાથ મેટાબોલિક રેટ પણ પ્રભાવિત થાય છે. તેમનું કહેવું છે કે અત્યારે પણ આપણે ઊંઘ સાથે સંકળાયેલાં સ્વાસ્થ્યનાં જોખમોને પ્રાથમિક સ્તરે જ સમજી શકીએ છે. તેમને ઊંડાણથી સમજવાનું બાકી છે.
ડો. ડેવિડ કહે છે કે ઊંઘ પ્રત્યેક વ્યક્તિની પ્રાઈવસી પર નિર્ભર કરે છે. શક્ય છે કે ઊંઘ કોઈને રિકવરી આપી શકે, કોઈને નહીં. રાતે ૯ વાગ્યાથી ઊંઘ લેનારાના હોર્મોન મેલાટોનિન સ્રાવિત થવાનું શરૂ થઈ જાય છે. બીજા દિવસે સવાર સુધીમાં તેનું પ્રમાણ ઓછું થઇ જાય છે. ઓછા થઈ જાય છે. જ્યારે પણ તેમાં થોડા ફેરફાર થાય છે તો ઊંઘમાં ખલેલ થાય છે.

કેટલ કલાક ઊંઘ લે છે આ લોકો?

• ડોનાલ્ડ ટ્રમ્પ - ૪ કલાક • એન્જેલા મર્કેલ - ૪ કલાક • થેરેસા મે - ૫ કલાક • નરેન્દ્ર મોદી - ૩.૫ કલાક • બિલ ગેટ્સ - ૭ કલાક • ઈન્દ્રા નુઈ - ૪ કલાક • એલન મસ્ક - ૬ કલાક • પોપ ફ્રાન્સિસ -૬ કલાક • દલાઈ લામા - ૭ કલાક • જેફ બેજોસ - ૮ કલાક • જેનિફર લોપેઝ - ૮ કલાક


comments powered by Disqus