સ્વીડનના ગુથેનબર્ગમાં રહેતાં નતાશા ક્રાઉન વીસ વર્ષનાં હતાં ત્યારથી પોતાના હેવી ફિગરને મઠારવામાં પડયાં છે. શરીરનાં અમુક અંગઉપાંગોને ઉભારવા માટે તેમણે જાતજાતની સર્જરીઓ પણ કરાવી. હોઠ ભરાવદાર બનાવવા, ડબલ ચિન ગાયબ કરવી, નાક અણીદાર બનાવવું જેવી નાની નાની પ્રોસીજર્સ ઉપરાંત બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ અને બમએન્લાર્જમેન્ટ માટે પણ તેમણે બબ્બે વાર સર્જરી કરાવી છે. હાલમાં તેમનાં બ્રેસ્ટ્સ શરીરની સરખામણીમાં આઉટ ઓફ પ્રપોર્શન છે અને તેમણે પેટની તમામ ચરબી નિતંબમાં શિફ્ટ કરાવી છે. જેથી નિતંબનો ઘેરાવો ૮૩ ઇંચનો એટલે કે લગભગ છ ફૂટ જેટલો છે. જોકે હજી ૧૨૪ કિલોનાં નતાશાબહેનને સંતોષ નથી. તેમને વિશ્વના સૌથી મોટા પહોળાં નિતંબ બનાવવા છે. સામાન્ય રીતે બ્રેસ્ટમાં સિલિકોન ઇમ્પ્લાન્ટ ભરીને એન્લાર્જમેન્ટ કરવામાં આવે છે, પરંતુ નિતંબમાં આ પદ્ધતિ જોખમી છે કારણ કે શરીરના બીજા ભાગની ચરબી ત્યાં શિફ્ટ કરવી પડે છે. જોકે નિતંબ મોટા કરવા સતત ડોકટરનું માથું ખાતાં નતાશાબહેનને વજન વધારવાની સલાહ અપાઈ છે. પાંચ ફૂટ દસ ઇંચની હાઇટ ધરાવતાં નતાશાબહેનને હજી ૨૪ કિલો વજન વધારવાની ડોક્ટરની સલાહ છે. શરીરમાં ચરબી વધે તો બોડીના બેકસાઇડનો ઘેરાવો વધારી શકાય. તેથી નતાશા બેફામ રીતે પીઝા, પાસ્તા સહિતનું જન્કફૂડ ખાય છે અને ભરપૂર સોફ્ટડ્રિન્કસ પીવે છે.

