બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ ભુજ ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ તેમણે પાંચ દિવસ સુધી લિંબડી ખાતે વિચરણ કર્યું હતું. પૂ. મહંત સ્વામી રવિવાર તા. ૩ જૂને વિચરણ માટે રાજકોટથી લીંબડી પહોંચ્યા હતા. બાળ સભા, યુવક-યુવતી સભા તેમજ હરિભક્તોની સભામાં ઉપસ્થિત રહીને તેમણે સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. ત્યારબાદ શનિવાર તા.૯ જૂને પૂ. મહંત સ્વામી ભુજ પહોંચ્યા હતા. હરિભક્તોને આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ સૌને સંપ, સુહૃદભાવ અને એકતા રાખવા તેમજ એકબીજામાં દિવ્યભાવ રાખવાની શીખ આપી હતી. શુક્રવાર તા.૧૫ જૂન સુધી ભુજમાં વિચરણ બાદ તેઓ શનિવાર તા.૧૬ જૂને સાળંગપૂર પહોંચશે.
