પાંચ મહિનામાં ૪,૩૦૦થી વધુ વિઝા અરજી નામંજુર

Wednesday 13th June 2018 06:15 EDT
 
 

લંડનઃ છેલ્લાં પાંચ મહિનામાં ટીયર ૨ યુકે વિઝા અથવા પરંપરાગત રીતે જાણીતી વર્ક પરમીટ માટેની કુલ અરજદારોમાંથી અડધાથી વધુની વિઝા અરજી નામંજુર કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા મુજબ તેમાં ડોક્ટરોની ૨,૩૦૦ અને આઈટી પ્રોફેશનલ્સની ૨,૦૦૦ અરજીઓનો સમાવેશ થાય છે. હોમ સેક્રેટરી પદે આવ્યા બાદ સાજિદ જાવિદે સ્કીલ્ડ માઈગ્રન્ટ્સની મર્યાદા વિશે ફેરસમીક્ષાની વાત કરી હતી.

ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન મારફતે લો ફર્મ એવરશેડ્સ સધરલેન્ડ દ્વારા મેળવવામાં આવેલી વિગતો મુજબ છેલ્લા પાંચ મહિનામાં આવેલી કુલ ૧૮,૫૧૭ અરજીમાંથી ૧૦,૧૮૭ નામંજૂર કરાઈ હતી. હાલના નિયમો મુજબ ટીયર ૨ વિઝા હેઠળ મહત્તમ ૨૦,૭૦૦ સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશીપ ઈસ્યૂ કરવામાં આવે છે.

બ્રેક્ઝિટ નજીકમાં હોવાથી યુકેમાં ઈયુ વર્કર્સની સંખ્યા ઘટી રહી છે ત્યારે આ જરૂરિયાતમાં ઉછાળો આવ્યો છે. પરંતુ, થેરેસા મે હજુ પણ સેંકડો અને હજારોની સંખ્યામાં ઈમિગ્રેશન પર કાપ મૂકવા પ્રતિબદ્ધ છે.

બ્રિટિશ મેડિકલ એસોસિએશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ આંકડા દર્શાવે છે કે ટીયર ૨ વિઝા મર્યાદાને પરિણામે હજારો ઉચ્ચ તાલીમ મેળવેલા અનુભવી ડોક્ટર હેલ્થ સર્વિસમાં પડેલી ખાલી પોસ્ટ મેળવી શકતા નથી.


comments powered by Disqus