લંડનઃ બીબીસી ન્યૂઝ સાથે ૩૮ વર્ષ સુધી કેમેરામેન તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા ભાસ્કર સોલંકીને બીબીસી ન્યૂઝ સાથેની તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ગીલ્ડ ઓફ ટેલિવિઝન કેમેરા પ્રોફેશનલ્સ દ્વારા GTC ડિક હીબર્ડ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
બીબીસી ન્યૂઝ સાથેની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે વિશ્વભરની ઘણી યાદગાર ઘટનાઓને કેમેરામાં કંડારી હતી. કેટલીક ઘટનાઓ વ્યથિત કરી દે તેવી હતી, તો કેટલીક ઘટનાઓનું કવરેજ કરવામાં ખૂબ જોખમ પણ રહ્યું હતું. એવોર્ડ મેળવ્યા બાદ સોલંકીએ જણાવ્યું હતું કે બીબીસી સાથેની તેમની કારકિર્દી ખૂબ સફળ રહી હતી અને ટીવી ઈન્ડસ્ટ્રીના અન્ય કેમેરા પ્રોફેશનલ્સ દ્વારા આ એવોર્ડ અપાયો તે તેમના માટે ખૂબ મહત્ત્વનું છે.
અગાઉ ૧૯૮૨માં બીબીસી ન્યૂઝના બર્નાર્ડ હેસ્કેથને આ એવોર્ડ અપાયો હતો. આ એવોર્ડ TiCA દ્વારા GTCના સ્થાપક સભ્ય ડિક હીબર્ડની સ્મૃતિમાં એવોર્ડનું નામ આ વર્ષે GTC ડિક હીબર્ડ એવોર્ડ રખાયું હતું. ડિક હીબર્ડના વિધવા જીન અને પુત્રો રિચાર્ડ અને સ્ટીવને પ્રથમ GTC ડિક હીબર્ડ એવોર્ડ ભાસ્કર સોલંકીને એનાયત કર્યો હતો.

