વિજય માલ્યાની ફોર્સ ઈન્ડિયા ટૂંક સમયમાં વેચાઈ જશે

Wednesday 13th June 2018 06:29 EDT
 
 

લંડનઃ બ્રિટનની ફોર્મ્યુલા વન ટીમો પૈકીની એક ફોર્સઈન્ડિયાનું થોડા દિવસમાં ૧૦૦ મિલિયન પાઉન્ડમાં હસ્તાંતરણ થઈ જશે તેમ આ ડિલ કરનારા ડ્રિંક્સ કંપની રિચ એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ વિલિયમ સ્ટોરીનું માનવું છે. અગાઉ આ ટીમના માલિક વિજય માલ્યા હતા. આ સૂચિત હસ્તાંતરણમાં વિક્ષેપ નાખનાર બાહ્ય પગલાંની તેમણે કડક શબ્દોમાં ટીકા કરી હતી. સિલ્વરસ્ટોન સ્થિત ફોર્સ ઈન્ડિયા ટીમ માટેની ઓફર તેમણે સૈધ્ધાંતિક રીતે સ્વીકારી છે.

રીચ એનર્જીની ઓફર ૧૦૦ મિલિયન પાઉન્ડ કરતાં થોડી ઓછી હોવાનું કહેવાય છે. અગાઉ આ ઓફર ૧૫૦ મિલિયન પાઉન્ડની હતી. તેના લેણદારોને હજુ રકમ ચૂકવવાની બાકી છે. તેમાં એક મર્સિડિઝ છે અને તેને લગભગ ૧૩ મિલિયન પાઉન્ડ લેવાના નીકળે છે.

વિજય માલ્યા ભારતમાં પ્રત્યાર્પણનો સામનો કરી રહ્યા છે તેવામાં સિલ્વરસ્ટોન ફેક્ટરીમાં આતુરતા ખૂબ વધી ગઈ છે.

મર્સિડિઝ આ ટીમ ખરીદવાનો દાવો કરે તેવી પણ અફવા છે. આ ટીમ સ્ટોરીની કંપનીને વેચાય તેના કરતાં ગેમમાં જાય તેમ ફોર્સ ઈન્ડિયામાં કેટલાંક સભ્યો ઈચ્છતા હોવાનું મનાય છે.

સ્ટોરીએ જણાવ્યું હતું કે ફોર્સ ઈન્ડિયા માટે બિડ હોવાનું તેના ૪૦૦ સભ્યોના સ્ટાફને જણાવવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે આ ડિલ પૂરું કરવા માટે તે ‘વધારાની આઠ આંકડા’ની રકમ મૂકવા તૈયાર છે.


comments powered by Disqus