આઈપીએલ બેટિંગના કેસમાં સટોડિયા સોનુ જાલને અરબાઝ ખાન બાદ હવે દિગ્દર્શક સાજિદ ખાનનું નામ આપ્યું છે. જોકે તેણે કહ્યું છે કે સાજિદ ખાન ૭ વર્ષ પહેલાં તેના થકી સટ્ટો રમતો હતો. આ ઉપરાંત આ કેસમાં ફિલ્મ દિગ્દર્શક પરાગ સંઘવી અને સમીર બુદ્ધાની પણ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યાં છે.
પોલીસે કહ્યું હતું કે, સોનુ જાલન આંતરરાષ્ટ્રીય બુકીઓની સિન્ડિકેટનો સભ્ય છે અને એ સિન્ડિકેટ પાકિસ્તાનમાંથી દાઉદના બે ખાસ સાગરીતો એહતેશામ અને’ડોક્ટર’ ચલાવે છે. બાંદરાનો એક બુકી જુનિયર કોલકાતા થાઇલેન્ડથી ઓપરેટ કરે છે, જ્યારે ભોપાલનો બુકી મુનિર ખાન, બોરીવલીનો બુકી ચિરાગ, અમદાવાદનો કમલ અને મલાડનો રાજા તન્ના પણ દુબઈના બુકી અનિલ કોઠારી સાથે સંકળાયેલા છે અને તેની સાથે કટિંગ કરે છે. જ્યારે અનિલ કોઠારીને દાઉદના બે સાગરીતો એહતેશામ અને’ડોક્ટર’હેન્ડલ કરે છે. આમ આખરે આઈપીએલ બેટિંગનું કનેક્શન બોલિવૂડ અને દાઉદ સુધી પહોંચતાં બોલિવૂડમાં ચર્ચા છે કે હજી કોના નામ સોનું બોલી શકે?

