પ્રિયંકા ચોપરા અભિનિત અમેરિકન શો 'ક્વોન્ટિકો'ની સિઝન થ્રી વધુ રસપ્રદ ન હોવાથી આ શો બંધ થવાની ચર્ચા સાથે સાથે આ શોના છેલ્લા એપિસોડમાં ભારતીયને આતંકી દર્શાવાથી પ્રિયંકાના અને શોના ઇન્ડિયન ફેન્સ ઘણા નારાજ છે.
આ શોની ત્રીજી અને અંતિમ સિઝનના છેલ્લા એપિસોડમાં એક સીન હતો જેમાં એક ઇન્ડિયન, મેનહટ્ટન શહેર પર હુમલો કરવાનું કાવતરું ઘડે છે. તે આતંકી દોષનો ટોપલો પાકિસ્તાન પર ઢોળવાનો પ્લાન બનાવે છે. લોકોને એ નારાજગી છે કે જે શોમાં ભારતીયને આતંકી દેખાડાયો છે તેમાં પ્રિયંકા એક્ટિંગ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર લોકોએ આ શોમાં ભારતીયને આતંકવાદી દર્શાવવા બાબતે પ્રિયંકાને ટ્રોલ કરી હતી.

