કોમેડિયન કપિલ શર્મા શૂટિંગ માટે નહીં આવતા હોવાના કારણે અચાનક બંધ કરી દેવાયેલા ‘ધ કપિલ શર્મા શો’નું સોની ચેનલ પર માર્ચ ૨૦૧૮થી પુનરાગમન થશે. કપિલ શર્માએ તેના ટીઝરનું તાજેતરમાં શૂટિંગ કર્યું હતું. જેમાં એક ટીઝરમાં તે બસમાં તો બીજામાં રિક્ષામાં બેઠેલો જણાય છે. નવા શોનું નામ શક્યતઃ બદલાઈ શકે છે અને જાણવા મળ્યું છે કે આ વખતે શોમાં કોઈપણ સેલિબ્રિટી ગેસ્ટને બોલાવાશે નહીં. કપિલે ચેનલ સાથે અસંખ્ય મિટિંગો કર્યા બાદ જ શોને લીલી ઝંડી દર્શાવી છે.

