મુંબઈના પરેલમાં આવેલી ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ મલ્હાર રાજે નામનો કેન્સરનો પેશન્ટ શ્રદ્ધા કપૂરનો મોટો ફેન છે.
મલ્હારના માતા-પિતાએ ઘણા પ્રયત્ન પછી શ્રદ્ધાની ટીમને મળીને કહ્યું કે મરણપથારીએ પડેલા તેમના પુત્રની ઇચ્છા શ્રદ્ધા કપૂરને મળવાની છે. એ પછી શ્રદ્ધાની ટીમે તેને સમગ્ર બાબતની જાણકારી આપી તો તેણે તુરંત જ મલ્હારને મળીને તેની ઇચ્છા પૂરી કરવાનો નિર્ણય લીધો હતો. શ્રદ્ધાએ હોસ્પિટલમાં જઈને તાજેતરમાં મલ્હારને સરપ્રાઈઝ આપી હતી. મલ્હાર જ્યારે શ્રદ્ધાને મળ્યો ત્યારે તેના મોઢા પર અદ્ભુત સ્મિત ઝળકી ઊઠયું હતું.

