મહાનાયક અમિતાભ બચ્ચનને નવમી ફેબ્રુઆરીએ સાંજે ગળામાં દુખાવો થતાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે દાખલ કરાયા હતા. તબીબોએ જણાવ્યું હતું કે, તેમને ગળા અને સ્પાઈનમાં દુખાવો થતાં તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. ગયા વર્ષે ‘કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગ દરમિયાન એક મુલાકાતમાં તેમણે ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી.

