અભિનેતા જીતેન્દ્ર સામે તેની પિતરાઈ બહેને યૌન ઉત્પીડનનો આરોપ મૂક્યો છે. આ મામલે હિમાચલપ્રદેશમાં ફરિયાદ પણ દાખલ ઈઈ છે. પીડિતાએ યૌન ઉત્પીડનને મામલે જીતેન્દ્ર સામે એફઆઈઆર દાખલ કરીને તેની ધરપકડની માગ કરી છે.
જીતેન્દ્રની પિતરાઈ બહેને કહ્યું છે કે, તે જ્યારે ૧૮ વર્ષની હતી ત્યારે જીતેન્દ્ર તેના પિતાની મંજૂરી સાથે તેને ફિલ્મનું શૂટિંગ બતાવવા લઈ ગયા હતા. આ દરમિયાન નશામાં જીતેન્દ્રએ તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. પીડિતાએ કહ્યું હતું કે, ત્યારે જીતેન્દ્રની ઉંમર ૨૮ વર્ષની હતી અને યૌન ઉત્પીડનની તેના માનસ ઉપર ગંભીર અસર થઈ હતી. માતાપિતાને આ ઘટનાનું દુ:ખ લાગે તેમ હોવાથી તેમના નિધન બાદ જીતેન્દ્ર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું હોવાનું પણ પીડિતાએ ઉમેર્યું હતું.

