લંડનઃ ૨૦૦૯માં નવી દિલ્હીમાં જન્મેલી અને હાલ બર્મિંગહામની નેલ્સન પ્રાઈમરી સ્કૂલમાં ૪થા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી સોહિણી રોયે યુકેમાં મેથ્લેટિક્સના ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓની યાદીમાં ૮૨મું સ્થાન મેળવ્યું હતું.
મેથ્લેટિક્સ ફાઉન્ડેશનથી મહત્ત્વના સ્ટેજ ૫ સુધી યુકેના મેથ્સના જુદાજુદા અભ્યાસક્રમને ઓનલાઈન શીખવતું માધ્યમ છે. તે વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સ્પર્ધાત્મકતાનું પરિમાણ ઉમેરે છે અને બાળકો સંપૂર્ણ સલામત ઓનલાઈન વાતાવરણમાં વિશ્વના અન્ય બાળકો સાથે લાઈવ મેન્ટલ એરિથમેટિક ગેમ રમે છે.
સોહિણીના પિતા મૈનાક માને છે તે મેથ્લેટિક્સને લીધે ફન ગેમ્સ તથા અન્ય ટૂલ્સ દ્વારા સોહિણી ગણિતમાં પારંગત બની છે. ગણતરીમાં હોંશિયાર બની છે અને ગણિત વિષયમાં તેનો વિશ્વાસ વધ્યો છે. સંગીતમાં રુચિ ધરાવતી સોહિણી ગાવાનું અને પીયાનો વગાડવાનું શીખી રહી છે. તે લંડન ખાતે આવેલી દક્ષિણાયન યુકેમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત શીખી રહી છે. ની
સોહિણીને પણ ગણિતના દાખલા ઓનલાઈન ઉકેલવાની મઝા આવે છે. તેને સ્કૂલમાંથી પણ ઘણાં મેરિટ એવોર્ડ્સ મળ્યા છે.
તેના ટીચરે જણાવ્યું હતું કે આ વર્ષે સોહિણી હાયરલેવલનું ગણિત શીખી છે. ઉંમરની દ્રષ્ટિએ તે અન્ય વિષયોમાં પણ હોંશિયાર છે.
