ડ્રાયફ્રૂટની વાત આવે ત્યારે કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા, અંજીરની વાત કરતા હોઈએ છીએ તો આ વખતે આપણે જરદાલુમાં રહેલા ગુણો વિશે જાણીએ.
• શરીરમાં મુખ્ય પદાર્થ બે ખનિજો છે - પોટેશિયમ અને સોડિયમ. પોટેશિયમ ઉચ્ચ માત્રામાં પ્રવાહી સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે, અને તે શરીરના અંગોની માંસપેશીઓ પણ મજબૂત બનાવે છે. ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરને ઊર્જા આપવાનું કાર્ય કરે છે તથા લોહીની જરૂરિયાતને પૂરી કરે છે.
• જરદાલુનું તેલ કાન માટે લાભદાયી છે. કાનના દુખાવામાં જરદાલુના તેલના બે ટીપાં કાનમાં નાખવાથી જલદીથી કાનના દુખાવામાં રાહત મળશે.
• જરદાલુના રસથી તાવ આવતા દર્દીને તેનાથી રાહત મળે છે કારણ કે આ શરીરમાં જરૂરિયાતના તમામ વિટામિન, ખનિજ, કેલરી અને પાણી આપવાનું તે કામ કરે છે.
• જરદાલુ ત્વચાને તૈલી અને ચમકદાર બનાવે છે. જરદાલુના સેવનથી કે તેની પેસ્ટ તૈયાર કરીને ચહેરા પર લગાવવાથી ખંજવાળની સમસ્યામાં રાહત મળે છે, તથા ત્વચા સંબંધિત દરેક રોગો દૂર કરવામાં મદદ કરે છે.
• સૂકા જરદાલુમાં એન્ટિઓક્સિડન્ટ, બીટા કેરોટીનનું ઉચ્ચ સ્તર જોવા મળે છે. તે આંખોની ઓપ્ટિક નસોને મજબૂત બનાવવામાં મદદ કરે છે તથા તે નેત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
• જરદાલુના નિયમિત સેવનથી અસ્થમાના દર્દીઓને તેમજ તણાવ રહેતો હોય તેમને આ સમસ્યાથી રાહત મળશે.
• જરદાલુમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, તથા ફાયબર ખૂબ ઊંચી માત્રામાં જોવા મળે છે. તેનાથી વજનમાં ઘટાડો થાય છે.

