લંડનઃ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી, યુકેના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. સૌથી સિનિયર કાર્યકર્તા શ્રી લાલુભાઈ પારેખ માનદ પ્રમુખના નવા હોદ્દે સૌને માર્ગદર્શન પૂરું પાડશે.
કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી કુલદીપ શેખાવત અને ઉપપ્રમુખ તરીકે શ્રી અમિત તિવારી, ડો. આનંદ આર્ય અને ડો. દર્શન ગ્રેવાલની નિમણુંક કરવામાં આવી હતી. મહામંત્રી પદે શ્રી સંજય કડિયા, સહમહામંત્રી પદે શ્રી સુરેશ મંગલહીરી અને મિસ પ્રેરણા લાઉ સિયાન નીમાયા છે. ટ્રેઝરર તરીકે શ્રી શશીકાંત પટેલ અને રિજનલ કોઓર્ડિનેટર – મીડલેન્ડ્સ તરીકે ડો. ઈશ્વર અગ્રવાલની વરણી કરવામાં આવી હતી.

