રાજ્યસભામાં ચોથી વાર સભ્ય બનવા માટે તાજેતરમાં નામાંકન કરાવનારાં જયા અને તેનાં પતિ અમિતાભ બચ્ચન પાસે રૂ. ૧૦.૧ અબજની સંપત્તિ દર્શાવાઇ છે. નામાંકનપત્ર સાથે આપેલા શપથપત્રમાં જયા બચ્ચનના નામે બેન્કમાં વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલું દેવું રૂ. ૮૭,૩૪,૬ર,૦૮પનું છે જ્યારે અમિતાભના નામે રૂ. ૧૮,ર૮,ર૦,૯૯૧નું દેવું છે.
સંપત્તિના મામલે અમિતાભ જયાથી વધુ અમીર છે. અમિતાભ બચ્ચન પાસે રૂ. ૪.૭૧ અબજની જંગમ મિલકત છે જ્યારે જયા પાસે રૂ. ૬૭.૬૯ કરોડ છે. અમિતાભના નામે ૩.ર૦ અબજની સ્થાવર સંપત્તિ છે જ્યારે જયા પાસે ૧.ર૭ અબજની અચલ સંપત્તિ છે.
જયાના હાથમાં અમિતાભથી વધુ રૂપિયા રહે છે.
શપથપત્ર મુજબ જયા પાસે રૂ. ર,૩૩,૦૦૦ કેશ છે જ્યારે અમિતાભ પાસે રૂ. ૧,૩ર,૦૦૦ કેશ છે. જયા બચ્ચને પોતાની પાસે રૂ. ર૬.૧૦ કરોડની જ્વેલરી દર્શાવી છે જ્યારે અમિતાભ પાસે રૂ. ૩૬.૩૧ કરોડની જ્વેલરી છે. આ રીતે જયા બચ્ચન પાસે રૂ. ૮,૮પ,૦૦૦ની કિંમતનાં વાહન છે જ્યારે અમિતાભ પાસે રૂ. ૧૩.રપ કરોડનાં વાહન છે.
જયા બચ્ચન પાસે બે જગાએ ખેતીની જમીન છે. ભોપાલમાં રૂ. ૩પ કરોડની જમીન છે તો કાકોરીમાં રૂ. ર.રપ કરોડની ખેતીલાયક જમીન છે. અમિતાભ બચ્ચન પાસે કુલ રૂ. પ.૭પ કરોડની જમીન છે.
જયા બચ્ચનના નામથી દુબઇની બેન્કમાં રૂ. ૬.પ૯ કરોડ જ્યારે અમિતાભ બચ્ચનના નામે લંડન સ્થિત બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. ૧૯ લાખ છે અને પેરિસ શાખામાં રૂ. ૧ર લાખ છે. આ ઉપરાંત ફ્રાન્સની એક બેન્કમાં રૂ. ૧૩ લાખની ફિક્સ ડિપોઝિટ છે.

