અભિનેતા જિતેન્દ્ર વિરુદ્ધ તેના કાકાની દીકરીએ ૪૭ વર્ષ પછી જાતીય સતામણીની ફરિયાદ શિમલામાં નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે, તે ૧૮ વર્ષની હતી ત્યારે ૧૯૭૧માં જિતેન્દ્રએ તેની ફિલ્મનું શૂટિંગ જોવા માટે તેની નવી દિલ્હીથી શિમલા આવવાની વ્યવસ્થા કરી હતી. એ પછી રાત્રે નશાની હાલતમાં જિતેન્દ્ર તેના રૂમમાં આવ્યા હતા અને ૨ બેડને જોડીને જાતીય સતામણી કરી હતી.
કોર્ટે ફરિયાદીની ફરિયાદ સાંભળવા સાથે એ વખતે જે હોટલમાં રોકાયાં હતાં ત્યાંના પુરાવા આપવા જણાવ્યું છે. પોલીસે જણાવ્યું કે, હજુ સુધી મહિલા તરફથી કોઇ પુરાવો અપાયો નથી અને હોટલનું નામ પણ નથી જણાવ્યું. જિતેન્દ્ર તરફથી તેના વકીલે કેસને વાહિયાત અને જાતે ઘડેલી વાર્તા કહ્યો છે.

