લંડનઃ બ્રિટનમાં કાયદાનો અભ્યાસ કરી રહેલા ૨૨ વર્ષીય શીખ વિદ્યાર્થી અમરીકસિંઘને તેણે પાઘડી પહેરેલી હોવાથી નોટિંગહામશાયરના મેન્સફિલ્ડમાં આવેલા રશ લેટ બારમાંથી બાઉન્સરોએ બહાર કાઢ્યો હતો. બારમાં માથે કોઈ જાતની ટોપી પહેરવા પર પ્રતિબંધની નીતિ હતી. તેથી તેને પાઘડી ઉતારવા કહ્યું હતું.
જોકે, અમરીકસિંઘે પાઘડી તેની ધાર્મિક જરૂરતોનો એક ભાગ હોવાનું જણાવીને ઉતારવાનો ઈનકાર કર્યો હતો. તેથી તેને નાઈટક્લબમાંથી બહાર ધકેલી દેવાયો હતો.
બારના મેનેજમેન્ટે તેની માફી માગી હોવાની અને આ બાબત ચલાવી જ ન લેવાય તેવી ગણાવીને સંબંધિત સ્ટાફ મેમ્બરને સસ્પેન્ડ કર્યો હોવાનું જણાવ્યું હતું.

