શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોરમાં પણ દિવાળી અને નૂતન વર્ષના પર્વની ખૂબ જ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.તા. ૬ નવેમ્બરને કાળી ચૌદશે હનુમાનજીનું પૂજન કરવામાં આવ્યું હતું. દિવાળીની સાંજે લક્ષ્મી પૂજન તેમજ તે પછી આતશબાજી કરવામાં આવી હતી. તા.૮ને નૂતન વર્ષે અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો. દિવાળી પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

