તારાપુર યુકે દ્વારા ચેરિટી વોક યોજાઈ

Thursday 16th August 2018 02:39 EDT
 
(ડાબેથી) ઈશ્વરભાઈ પટેલ, સુશીલાબેન અમીન, ફિલીપ કથેલ, અરુણ અમીન, ઈલાબેન પટેલ અને બીરેન પટેલ
 

કોમ્યુનિટી સંસ્થા તારાપુર યુકેના સભ્યો અને સમર્થકોએ ગઈ ૧૩મી મેના દિવસે લંડનમાં પાંચ બ્રીજની ચેરિટી વોક કરી હતી અને ૪,૦૦૦ પાઉન્ડની માતબર રકમ એકત્ર કરી હતી. તેમાંથી રોયલ ટ્રિનિટી હોસ્પીસ, લંડનના ફિલીપ કથેલને ૨,૦૦૦ પાઉન્ડનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થા બીમાર તેમજ જીવનસંધ્યાએ પહોંચેલા લોકોને ફ્રી કેરની સેવા પૂરી પાડે છે. કથેલે જણાવ્યું હતું કે તારાપુર યુકેના ફંડરેઝિગને લીધે સેન્ટ્રલ અને સાઉથ વેસ્ટ લંડનના લગભગ ૨,૫૦૦ લોકોને મેડિકલ અને નર્સિંગ કેર, કાઉન્સેલિંગ, ઓક્યુપેશનલ થેરાપી સહિત વિવિધ સેવાનો લાભ આપવામાં મદદ મળશે. બાકીની રકમમાંથી ૧,૦૦૦ પાઉન્ડ ગુજરાતના સોજીત્રામાં આવેલી ડેફ એન્ડ ડમ્બ સ્કૂલના પી સી ભટ્ટને અને ૧,૦૦૦ પાઉન્ડ નડિયાદમાં આવેલા હિંદુ અનાથ આશ્રમને મોકલવામાં આવી હતી.


comments powered by Disqus