નીસડન મંદિર વિશેના કાર્યક્રમનું ૧૭ ઓગસ્ટે BBC 2 પર પ્રસારણ

Thursday 16th August 2018 02:36 EDT
 
 

લંડનઃ BBCના બીગ બ્રિટિશ એશિયન સમરના ભાગ રૂપે ગાર્ડનર્સની વર્લ્ડ ટીમ બ્રિટિશ ગાર્ડન્સ પર સાઉથ એશિયન્સની થયેલી અસર જાણવા માટે હોર્ટિકલ્ચર એડવેન્ચર (બાગાયતી સાહસ) પર નીકળી પડી હતી. મોન્ટી ડોને બે સંસ્કૃતિઓના સમન્વય - પરંપરાગત હિંદુ મંદિર અને પરાંવિસ્તારનું તેનું લોકેશન – વિશે વધુ માહિતી માટે લંડનના નીસડનમાં આવેલા હિંદુ મંદિરની મુલાકાત લીધી. આ મુલાકાતનું પ્રસારણ તા.૧૭ ઓગસ્ટને શુક્રવારે BBC 2 પર રાત્રે ૮ વાગે BBC ગાર્ડનર્સ વર્લ્ડના ૨૦મા એપિસોડમાં થશે.

એડમ ફ્રોસ્ટે ગ્લોસ્ટરશાયરના સેઝિન્કોટ હાઉસના ઈતિહાસની વિગતો જાણી હતી. ફ્રાન્સીસ ટોફિલ અને નીક બેલીએ બ્રેડફર્ડ અને બર્મિંગહામના એલોટમેન્ટિયર્સ પાસેથી સલાહ લીધી હતી. જો સ્વીફ્ટે ક્યુ ગાર્ડન્સમાં ઓર્ચિડ યુનિટ ચલાવતા બોટનિકલ હોર્ટિકલ્ચરિસ્ટ બાલા કોમ્પાલીની અને કેરોલે રોય બોટનિકલ ગાર્ડન એડિનબરાની મુલાકાત લીધી હતી. એરિટ એન્ડરસને લંડનમાં આગાખાન બિલ્ડીંગની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus