પ્રીતિ ઝિન્ટાનું ‘ભૈયાજી સુપરહિટ’થી બોલિવૂડમાં પુનઃ પદાર્પણ

Thursday 16th August 2018 02:53 EDT
 
 

થોડા સમય પહેલાં ફેશન શોમાં જોવા મળેલી પ્રીતિ ઝિન્ટા સની દેઓલ સાથે ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળશે. સોશિયલ મીડિયા પર હાજરી પુરાવતી પ્રીતિ તેના પતિ જીન ગુડઇનફ સાથે એક ફોટો શેર કરી ચૂકી છે.
ગયા વર્ષે લોસ એન્જલસમાં પ્રીતિ લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ ભારત આવીને શાનદાર રિસેપ્શન આયોજિત કર્યું. બંને પહેલી વાર સેન્ટામોનિકામાં મળ્યાં હતાં. લગ્ન પહેલાં પાંચ વર્ષ સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું.
પ્રીતિ જિંદગીને ખૂલીને જીવવામાં વિશ્વાસ રાખે છે. ફિલ્મો સાથે જોડાયેલા રહેવાની સાથે-સાથે તે પતિ સાથે પણ સારો સમય વિતાવવાનું ભૂલતી નથી એટલે જ બંને થોડા થોડા સમયે રજાઓ ગાળવા જતાં હોય છે, જોકે ઘણા ઓછા અવસરે તે પતિ સાથેની તસવીરો શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર જીનની થોડીક જ તસવીરો છે.
જીન ગુડઇનફ અમેરિકન છે. તે પ્રીતિ કરતાં ૧૦ વર્ષ નાનો છે. થોડા દિવસ પહેલાં તેણે જણાવ્યું હતું કે તેણે લગ્ન બાદ ફિલ્મોમાં કામ ન કરવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ તેના પતિએ તેને ફિલ્મોમાં પાછા આવવા માટે પ્રોત્સાહિત કરી છે, તેથી તે ‘ભૈયાજી સુપરહિટ’થી બોલિવૂડ ફિલ્મોમાં પુનઃ પદાર્પણ કરી રહી છે.


comments powered by Disqus