રોહિત મહેરાએ રિતિકને ખુદની ખરી અભિનય ક્ષમતા સમજાવી

Thursday 16th August 2018 02:52 EDT
 
 

ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ને દોઢ દાયકાનો સમય થઈ ચૂક્યો છે ત્યારે રિતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરવા સાથે આ ફિલ્મના નિર્માણ સાથે ઘણી ભાવનાત્મક ક્ષણો જોડાયેલી હોવાનું સોશિયલ મીડિયામાં જણાવ્યું છે. ૮મી ઓગસ્ટે એક ઇન્ટરવ્યુમાં પણ રિતિકે જણાવ્યું કે, જન્મસમયથી શારીરિક અને માનસિક રીતે અશક્ત એવા રોહિત મહેરાના કેરેક્ટરે બધાના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. ફિલ્મમાં પણ અને દર્શકોમાં પણ. આ કેરેક્ટર પ્લે કરતાં જ મને મારામાં રહેલી અભિનય ક્ષમતાનો અહેસાસ થયો હતો. આ ફિલ્મે આપણને ક્યુટ એલિયન જાદુ પણ આપ્યું. આ ઉપરાંત ‘કોઈ મિલ ગયા’ દ્વારા જ સુપરહીરો ક્રિશનો જન્મ પણ થયો છે. ‘કોઈ મિલ ગયા’ મારા માટે જિંદગીમાં તેથી જ ખૂબ મહત્ત્વની ફિલ્મ રહેશે.


comments powered by Disqus