અશ્વેત અમેરિકન બિશપનું પ્રવચન

Wednesday 16th May 2018 08:26 EDT
 
 

હેરી અને મેગનના લગ્ન યોજાશે તે વિન્ડસર પેલેસમાં શિકાગોના બિશપ માઈકલ બ્રુસ કરી પ્રવચન આપવાના છે. અમેરિકન એપિસ્કોપલ ચર્ચના સૌપ્રથમ આફ્રિકન-અમેરિકન બિશપ કરી પ્રવચન આપશે તે બાબતે કેન્સિંગ્ટન પેલેસ દ્વારા સમર્થન અપાયું છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે તેમના લગ્નપ્રસંગે આવું પ્રવચન આપવા વિનંતી કરી છે. ૬૫ વર્ષના કરી યુએસમાં સૌથી વરિષ્ઠ પાદરીઓમાં સ્થાન ધરાવે છે. તેઓ લગ્નવિધિની સર્વિસ કરાવનારા ડીન ઓફ વિન્ડસર રેવરન્ડ ડેવિડ કોનર અને દંપતીને લગ્નના સત્તાવાર શપથ લેવડાવનારા કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બી સાથે જોડાશે. પ્રિન્સ હેરી અને મેગન હજુ પાદરી કરીને મળ્યાં નથી. કરીએ જણાવ્યું હતું કે, ‘પ્રિન્સ હેરી અને મિસ મેગન મેર્કલ પ્રેમથી બંધાયેલાં છે, જેનાં મૂળ ઈશ્વર સાથે જોડાયેલાં છે અને જીવન અને આનંદના સ્રોતરુપ છે.’ પોતાના આત્મકથાનક ‘સોંગ્ઝ માય ગ્રાન્ડમા સેંગ’માં કરીએ લખ્યું છે કે તેમનો પરિવાર નોર્થ કેરોલિના અને અલાબામાના ગુલામો અને ભાગિયા ખેડૂતોમાંથી ઉતરી આવેલો છે.


comments powered by Disqus