ઘરવિહોણા લોકોને મદદ કરવા સોવેનિયર્સનું વેચાણ

Wednesday 16th May 2018 08:35 EDT
 

વિન્ડસરના ઘરવિહોણા લોકોને મદદ કરવા વિન્ડસર હોમલેસ પ્રોજેક્ટ ચેરિટી દ્વારા શાહી લગ્નના સોવેનિયર્સ અને સ્મરણિકાઓનું વેચાણ કરવામાં આવનાર છે. આ વેચાણમાંથી થનાર સંપૂર્ણ નફો સ્થાનિક લોકોની સહાયાર્થે કરવામાં આવશે. વિન્ડસર હોમલેસ પ્રોજેક્ટ દ્વારા ૧૦ પાઉન્ડના પોસ્ટકાર્ડના પેકથી માંડી ૫,૦૦૦ પાઉન્ડની પ્લેટ સુધીની ચીજવસ્તુઓનું વેચાણ કરાનાર છે. ‘ફોર રિચર ફોર પુઅરર’ રેન્જની અન્ય આઈટમ્સમાં ૨૦ પાઉન્ડના મગ, ૧૫ પાઉન્ડના પ્રીઝ મેગ્નેટ, ૨૫ પાઉન્ડના ટી ટોવેલ, ૪૦-૪૦ પાઉન્ડના ટી-શર્ટ્સ અને ઉજવણીની ધજાઓનાં પેકનો સમાવેશ થાય છે. ૫,૦૦૦ પાઉન્ડની પ્લેટના વેચાણમાંથી ફર્નિચર, કાર્પેટ, પડદા, ઉપકરણો, રસોઈના વાસણો સહિતની વસ્તુઓ તેમજ અન્ય આઈટમોના વેચાણથી ટોઈલેટરી કિટ્સ, સ્વચ્છ કપડાં, ગરમ ભોજન, મોબાઈલ ફોન્સનો ખર્ચ કાઢવામાં આવશે.


comments powered by Disqus