યુકેના જાણીતા બ્રિટિશ એશિયન ગાયક નવીન કુંદ્રાએ તાજેતરમાં તેમનું સીંગલ ‘ઈશ્ક હમારા’ રિલીઝ કર્યું હતું. હવે તેઓ આગામી ૨૨ જૂને તેમના ફર્સ્ટ સોલો યુકે કોન્સર્ટ ‘વોઈસ ઓફ લેજન્ડ્સ’ માં પર્ફોર્મ કરશે.
૨૦૧૮નું વર્ષ નવીન કુંદ્રા માટે ખૂબ વ્યસ્ત રહ્યું. કુદ્રાએ તેમની સૌ પ્રથમ બોલિવુડ મૂવીનું શૂટિંગ પૂરું કર્યું, બીબીસી ડોક્ટર્સના ફિચર માટેના તેમના સીનથી આઈટીવી સોપ એવોર્ડ્સના ‘બેસ્ટ સીન ઓફ ધ યર’ માટે નોમિનેટ થયા અને ‘બર્નિંગ શો’ સાથે ટોપ ૧૫ યુકે અર્બન ચાર્ટ્સ હીટમાં સતત ત્રીજા સ્થાને રહ્યા. કુંદ્રાને તેમના ‘મહેબુબા’ ગીત માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.
‘ઈશ્ક હમારા’ આંતરરાષ્ટ્રીય અનુભૂતિ સાથે તેમણે ગાયેલું સૂરીલું હિંદી પ્રેમગીત છે. આ ગીત ઉભરતા ગીતલેખક અને કમ્પોઝર ઝૈન ખાને લખ્યું છે. તેમણે રાહત ફત્તેહ અલી ખાન માટે પણ ગીતો લખ્યા છે. આ ગીતમાં સંગીત પાકિસ્તાન તેમજ બ્રિટનના મ્યુઝિશિયનોના જાણીતા ગ્રૂપ ‘કોકો સ્ટુડિયો’એ આપ્યું છે. સંગીતનું નિર્દેશન નવીન કુંદ્રાએ અને ઈટાલિયન પ્રોડ્યુસર માઉરો કેસિઆલાન્ઝાએ સંભાળ્યું હતું.
ગાયક ઉપરાંત ગીત લેખક, મ્યુઝિશિયન અને પ્રોડ્યુસર નવીન કુંદ્રાએ જણાવ્યું હતું કે ‘ઈશ્ક હમારા’ માટે ઝૈન સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સુંદર રહ્યો અને હું માનું છું કે અમે ખરેખર શ્રેષ્ઠ પ્રોડક્શન કર્યું છે.’કુંદ્રાએ જણાવ્યું હતું કે બ્રિટિશ એશિયન મ્યુઝિક ઉદ્યોગને કેટલીક સૌથી મોટી હીટ આપનારા પ્રોડ્યુસર માઉરોએ ગીતને નવી ઉંચાઈએ લઈ જવામાં મદદ કરી. હું દુનિયાને તે ગીત સંભળાવવા માટે ખૂબ આતુર છું. ‘ઈશ્ક હમારા’ હવે આઈટ્યુન્સ, એમેઝોન મ્યુઝિકમાંથી ડાઉનલોડ કરી શકાય છે. સ્પોટીફાય પર http://smarturl.it/IshqHumara. દ્વારા સ્ટ્રીમીંગ થઈ શકશે. તાજેતરમાં રિલિઝ થયેલો ગીતનો અધિકૃત વીડિયો https://www.youtube.com/watch?v=KxG19_V3v_A. પર ઉપલબ્ધ છે.
‘વોઈસ ઓફ લેજન્ડ્સ’ કોન્સર્ટ ઈવેન્ટના આયોજન અને પ્રમોશનમાં નવીન કુંદ્રાનું પહેલું સાહસ છે. આ કોન્સર્ટ ૨૨મી જૂન, ૨૦૧૮ના રોજ લંડનના હેસના બેક થિયેટરમાં યોજાશે. હોલેન્ડમાં આ કોન્સર્ટ સફળ રહ્યો હતો. ત્રણ કલાકના લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં ૧૯૬૦થી ૧૯૮૦ સુધીના હિંદી સિનેમાના ગીતો અને ડાન્સ તેમજ નવીન કુંદ્રાના ઈશ્ક હમારા સહિતના હીટ ગીતો રજૂ થશે. નવીનને તેમના લાઈવ બેન્ડ ધ ૫૧૫ ક્રૂ, બોલિવુડના સેલિબ્રિટી કોરિયોગ્રાફર શ્યામક દાવરના ડાન્સ ટ્રૂપ અને સરપ્રાઈઝ ગેસ્ટ સિંગર્સનો સપોર્ટ મળશે. કુંદ્રાએ જણાવ્યું હતું કે મને ગાયક બનવાની પ્રેરણા પૂરી પાડનારા આ ક્લાસિક ગીતો પર પર્ફોર્મ કરવું તે મારા માટે ડ્રીમ પ્રોજેક્ટ છે. લોકોના દિલમાં હંમેશ માટે આ ગીતોનું ખાસ સ્થાન રહેશે. અમે ગાઈશું, ડાન્સ કરીશું, હસીશું અને એટલે સુધી કે સાથે મળીને રડીશું પણ ખરા, કારણ કે હું ‘વોઈસ ઓફ લેજન્ડ્સ – ધ કોન્સર્ટ’ દુનિયાના મહાન ગાયકોને ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પવા માટે પર્ફોર્મ કરી રહ્યો છું.’ આ કોન્સર્ટ માટેની ટિકિટોનું વેચાણ ટૂંક સમયમાં શરૂ થશે. પ્રાયોરિટી ટિકિટ્સ માટે રજિસ્ટ્રેશન કરાવવા [email protected] પર ઈમેલ કરશો.
વધુ માહિતી માટે સંપર્ક. નિરોન પેર્સૌદ 07973208172 અથવા [email protected] પર ઈમેલ કરશો.

