ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાના સ્થાપનને ગુરુવાર તા. ૧૭મી મેના રોજ ૫૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. પ્રતિમાની સ્થાપનાની સુવર્ણજયંતી નિમિત્તે તે દિવસે સવારે ૧૧ વાગે યુકે ખાતેના ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયક, કેમડન બરો કાઉન્સિલના પ્રતિનિધિઓ, ઈન્ડિયા લીગના ચેરમેન, ઈન્ડિયા હાઉસના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. તે સાથે ભજનના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જેમાં પધારવા સૌને આમંત્રણ છે. વધુ માહિતી માટે સંપર્ક. [email protected] અથવા 07875229211

