લગ્ન પછી પ્રિન્સ હેરી અને મેગનનું શાહી ટાઈટલ શું રહેશે?

Wednesday 16th May 2018 08:14 EDT
 

શનિવાર, ૧૯ મેના લગ્ન પછી પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સનું શાહી ટાઈટલ મળવાની સંભાવના છે. આ ટાઈટલ જ્યોર્જ ત્રીજાના નવમા પુત્ર પ્રિન્સ ઓગસ્ટ્સ ફ્રેડરિકને ૧૮૪૩માં અપાયું તે પછી તેનો ઉપયોગ કોઈ માટે કરાયો નથી. શાહી પરંપરા અનુસાર રોયલ પુરુષને તેના લગ્નની સવારે ટાઈટલ જાહેર કરવામાં આવે છે. દાદીમાં ક્વીન તેમના પૌત્રને ડ્યૂક બનાવે તેવી ધારણા છે. જો પ્રિન્સ હેરીને ડ્યૂક ઓફ સસેક્સનું ટાઈટલ અપાશે તો મેગન હર રોયલ હાઈનેસ ધ ડચેસ ઓફ સસેક્સ બની જશે. આ સિવાય ડ્યૂક ઓફ ક્લેરેન્સ ટાઈટલનો પણ વિકલ્પ છે, પરંતુ આ ટાઈટલને અશુભ માનવામાં આવે છે તેથી તેનો લાંબા સમયથી ઉપયોગ થતો નથી. પ્રિન્સ હેરીવને ડ્યૂક ઓફ વિન્ડસર પણ જાહેર કરી શકાય છે. પ્રેમના કારણે શાહી ગાદીનો ત્યાગ કરનારા એડવર્ડ ત્રીજાએ છેલ્લે આ ટાઈટલનો ઉપયોગ કર્યો હતો. અન્ય શાહી ટાઈટલ્સના વિકલ્પોમાં ડ્યૂક ઓફ કોનોટ, ડ્યૂક ઓફ એવોન્ડ્લ અને ડ્યૂક ઓફ કેન્ડલનો પણ સમાવેશ થાય છે. જોકે, ગત ડ્યૂક ઓફ સસેક્સ પ્રિન્સ ઓગસ્ટ્સ અને પ્રિન્સ હેરીના જીવનમાં અનેક સામ્ય છે, તેથી આ ટાઈટલની સંભાવના પ્રબળ ગણાય છે..


comments powered by Disqus