પ્રિન્સ હેરી અને મેગનના લગ્નની ઉજવણીથી બ્રિટિશ અર્થતંત્રને ઉત્તેજન મળવાની આશા છે. પબ્સ, રીટેઈલર્સ, હોટેલિયર્સ અને લેન્ડલોર્ડ્સને ઉજવણીના વીકએન્ડમાં ૮૦ મિલિયન પાઉન્ડથી વધુ કમાણી થવાની આશા છે. ટુરિસ્ટ ઓથોરિટી VisitBritainના જણાવ્યા અનુસાર શાહી લગ્નમાં મહાલવા માટે આશરે ૫૦,૦૦૦ અમેરિકન આવવાની ધારણા છે. અમેરિકી પર્યટકો ખર્ચા કરવામાં પાછું વળીને જોતા નથી. લંડનની પબ્સને મોડી રાત સુધી ખુલ્લી રાખવાની પરમિશન અપાઈ છે, જ્યારે લંડનના શોપિંગ ડિસ્ટ્રિક્ટના રીટેઈલર્સને મોટી સંખ્યામાં પ્રવાસીઓનાઆગમન અને તેમના થકી ખર્ચ થવાથી ૬૦ મિલિયન પાઉન્ડ કમાણીની આશા છે. શાહી લગ્ન પછી મધ્ય-જૂનમાં ફૂટબોલ વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે. Airbnb ના માનવા અનુસાર લંડનમાં ૪૨,૦૦૦ મહેમાનો આવી શકે છે અને લેન્ડલોર્ડ્સ તેમને પોતાની પ્રેપર્ટી ભાડે આપીને ૧૨ મિલિયન પાઉન્ડ કમાણી કરી શકે છે. વિન્ડસર ઉપરાંત, સ્લાઉ, મેઈડનલેન્ડ અને રીડિંગ વિસ્તારો પણ ભાડાંની સંપત્તિઓ માટે હોટ-સ્પોટ છે.
